Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

મરઘા ફાર્મમાં દીપડાએ મરઘાનું મારણ કરતા સ્થાનિકોમાં ફફડાટ

  • October 15, 2021 

ચીખલી તાલુકાના ગોડથલ ગામના માળી ફળિયામાં રહેતા નિલેશ રાયસિંગભાઈ પટેલના મરઘા ફાર્મમાં ગતરોજ સવારના 8 થી 9.30 વાગ્યા દરમિયાન દીપડાએ 40 થી 50 જેટલા દેશી મરઘાનું મારણ કરતા સ્થાનિકોમાં ફફડાટ વ્યાપી ગયો હતો. જોકે, એકસાથે 40 થી 50 જેટલા મરઘાનું મારણ કરતા દીપડાને પકડવાની માંગ ઉઠી છે. ખેતરના માલિક નિલેશ રાયસિંગભાઈ પટેલે ચીખલી વન વિભાગમાં લેખિત અરજી કરી દીપડાને પકડવા પાંજરું ગોઠવવા માંગ કરી હતી જેથી વન વિભાગ દ્વારા દીપડો પાંજરે પુરાય તે માટે પાંજરું ગોઠવવામાં આવ્યું છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application