નવસારીના જલાલપોર તાલુકાના ઓંજલ માછીવાર હાઈસ્કૂલ ફળિયા ખાતે રહેતા હિતેશભાઈ પરસોત્તમભાઈ ટંડેલ (ઉ.વ.50) જે ગતરોજ માછીમારી કરવા માટે જવાના હતાં અને તેમની બોટ દરિયામાં ઓંજલ માછીવાડ વિજય ફળિયાની પાછળના ભાગે મીની બંદરની કણાંઈ ખાડીમાં લાંગરેલી હતી જેથી બોટ લેવા જતાં જયંતિભાઈ ખાડીના પાણીમાં ઉતર્યા હતા અને તરતા તરતા બોટ લેવા માટે ગયા હતા પરંતુ બોટ નજીક પહોંચતા તેઓથી બોટ પકડાઈ ન હતી અને તેઓ પાણીમાં ડૂબી ગયા હતા અને તેમનો મૃતદેહ ઓંજલ માછીવાડના મીની બંદરથી 500 મીટર દૂર આવેલ દરિયાના કિનારે મળી આવ્યો હતો જોકે ઘટનાની જાણ થતાં ઓંજલ માછીવાડ વિસ્તારમાં શોક પ્રસરી ગયો હતો. બનાવ અંગે પોલીસે ડૂબેલા યુવકની લાશનું પીએમ કરી તેમના સ્વજનોને આપી કાર્યવાહી કરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application