Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

ચીખલીના સુરખાઈ ત્રણ રસ્તા નજીક બાઇક સ્લીપ, એકનું મોત, એકને ઇજા

  • July 09, 2021 

ચીખલી તાલુકાનાં સુરખાઇ ત્રણ રસ્તા પાસે મોટરસાઇકલ સ્લીપ થતાં ચાલકનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. જ્યારે બાઇક પાછળ બેસેલ શખ્સને ઇજા થતા સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડાયો હતો.

 

 

 

 

સુત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, સુરખાઇ ગામે ત્રણ રસ્તા પાસે ગુરુવારે સવારે 10 વાગ્યાના સમય દરમિયાન વાંસદા તાલુકાના પ્રતાપનગર ખાતે રહેતા, વિજયભાઈ ભીખુભાઇ પટેલ (ઉ.વ.24) જે પોતાના કબ્જાની હીરો સ્પેલન્ડર મોટરસાઈકલ નંબર જીજે/21/એઇ/5894 ઉપર બેસીને રાનકુવાથી પ્રતાપનગર તરફ જઇ રહ્યા હતા. દરમિયાન સુરખાઈ ગામના ત્રણ રસ્તા પાસે વિજય પટેલની સ્પ્લેન્ડર મોટરસાઈક્લ અચાનક સ્લીપ થઈ જતા રસ્તાની સાઇડમાં પાર્ક કરેલ એક ટેમ્પો નંબર જીજે/21/વી/4548ના પાછળના ભાગે અથડાતા ચાલક વિજય પટેલનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું. જ્યારે મોટરસાઈકલ પાછળ બેસેલ સુરેશ નામના શખ્સને શરીરે ઇજાઓ પહોંચતા જેને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. બનાવ અંગે પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application