બીલીમોરાનાં મીઠા કુવા બાંગીયા ફળીયામાં રહેતો અને ટાટા સ્કૂલના ધોરણ-૯માં અભ્યાસ કરતો 15 વર્ષીય સ્મિત ભરતભાઇ કુકણા જે કાળઝાળ ગરમીથી છુટકારો મેળવવા મિત્રો જોડે ત્રણેક કીમી દૂર દેવધા ડેમમાં નાહવા ગયો હતો. તે દરમિયાન સ્મિત ડેમના પાણીમાં ઘણો દૂર સુધી જતો રહ્યો હતો. જ્યાંથી પરત ફરતી વખતે ડેમના પાણીમાં ગરક થયો હતો. તે સાથે બચાવની બુમો પાડતા ત્યાં અફરાતફરીનો માહોલ સર્જાઈ ગયો હતો. તે દરમિયાન તેના મિત્રો અને તરવૈયાઓએ તેને બચાવવાની કોશિશ કરી તેમ છતાં તેને બચાવી ના શક્યા.
ત્યારબાદ ગણદેવી અને બીલીમોરા નગરપાલિકાની ફાયર ટીમના જવાનોને જાણ કરતા તે ઘટના સ્થળ પાર આવી ગયા હતા અને ચાર કલાકની જહેમત બાદ સ્મિતને પાણીમાંથી શોધી કાઢ્યો હતો. મૃતક સ્મિતના પરિવારમાં પિતા ભરતભાઈ છૂટક મજૂરીનું કામ કરે છે અને માતા હર્ષિતાબેન ઘરકામ કરે છે અને તેનો એક ૧૧ વર્ષનો નાનો ભાઈ મોહિત છે. આ બનાવ અંગે બીલીમોરા પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application