ચીખલી તાલુકા પંચાયતના સભાખંડમાં પ્રમુખ કલ્પનાબેન ગાવીત, ઉપપ્રમુખ જીજ્ઞેશભાઈ ગાવીત, આયોજન સહ ટીડીઓ હિરેનભાઈ ચૌહાણ સહિતનાની ઉપસ્થિતિમાં બેઠક યોજાઇ હતી. જેમાં કારોબારી સમિતિની બેઠકમાં અધ્યક્ષ પદ માટે બેઠકના ધર્મેશભાઈ પટેલના નામની દરખાસ્ત જશુભાઈ ગાંગુડે એ કરતા તેને દમયંતિબેન અહિરે ટેકો જાહેર કરતા સર્વાનુમતે કારોબારી સમિતિના અધ્યક્ષ પદની વરણી કરવામાં આવી હતી.
જ્યારે પીપલગભણ-સોલધરા બેઠકના વૈભવભાઈ બારોટના નામની દરખાસ્ત રમીલાબેન હળપતિએ કરતા જેને સેજલબેન પટેલે ટેકો જાહેર કરતા સામાજીક ન્યાય સમિતિના અધ્યક્ષ પદે વૈભવભાઈ બારોટની સર્વાનુમતે વરણી થઈ હતી.
તાલુકા પંચાયતમાં કારોબારી સમિતિના અધ્યક્ષપદે ધર્મેશભાઈ પટેલે અને સામાજિક ન્યાય સમિતિના અધ્યક્ષપદે વૈભવભાઈ બારોટ તાલુકા ભાજપના પ્રમુખ મયંકભાઈ પટેલ, ગણદેવી સુગરના ડિરેકટર નટુભાઈ પટેલ, પૂર્વ તાલુકા સબબય લક્ષ્મણભાઈ, ધેજના પૂર્વ સરપંચ વિનોદભાઈ, પૂર્વ ડેપ્યુટી સરપંચ હિતેશભાઈ પટેલ, ભાજપના યુવા અગ્રણી ધર્મેશભાઈ સોલધરા, કપિલ પટેલ, મલવાડાના ડેપ્યુટી સરપંચ પર્વત પટેલ, સોલધરાના બી.સી.પટેલ સહિતનાની ઉપસ્થિતિમાં વિધિવત પદભાર સાંભળ્યો હતો. ઉપરોક્ત બંને હોદ્દેદારોએ પાર્ટી અને સાથી સભ્યો પ્રત્યે આભારની લાગણી વ્યક્ત કરી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500