ચીખલીમાં છેલ્લા એકાદ માસથી સ્વૈચ્છિક લોકડાઉનમાં બપોરે બે વાગ્યા સુધી વેપાર ધંધા ચાલતા હતા અને શનિ-રવિ બે દિવસ સંપૂર્ણ બંધ રાખવામાં આવ્યું હતું. આ દરમ્યાન વેપાર-ધંધા નિયમિત થાય તે માટે સ્વૈચ્છિક લોકડાઉનના નિર્ણયમાં ફેરફાર કરવાની માંગ ઉઠતા તાલુકા પંચાયતમાં પ્રમુખ કલ્પનાબેન ગાવિત, કારોબારી અધ્યક્ષ ધર્મેશભાઈ પટેલ, ભાજપ પ્રમુખ મયંકભાઈ પટેલ, મહામંત્રી સમીરભાઈ પટેલ, થાલાના સરપંચ મુકેશભાઈ, ચીખલીના સરપંચ દિપ્તીબેન શાહ, મલવાડાના ડેપ્યુટી સરપંચ પર્વતભાઈ પટેલ, ચીખલીના અગ્રણી નૈનેશભાઈ કાયસ્થ સહિતના અગ્રણીઓની યોજાયેલ બેઠકમાં આગામી ૩૧ મે સુધી સપ્તાહમાં સોમવારથી શનિવાર દરમ્યાન સાંજે ૫-વાગ્યા સુધી વેપાર-ધંધા ચાલુ રાખવાનું અને રવિવારના રોજ સંપૂર્ણ બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો.
જોકે, બેઠકમાં સ્વૈચ્છિક લોકડાઉન દરમ્યાન પોલીસ દ્વારા કનડગત આ અંગે પણ રજૂઆત થઇ હતી પોલીસ દ્વારા ટાર્ગેટ પૂરો કરવા માટે અને પોતાની કામગીરી કાગળ પર ઉજળી બતાવવા માટે હેરાન ગતિ કરવા અંગે ધારાસભ્ય નરેશભાઇ પટેલને પણ આગેવાનો દ્વારા રજૂઆત કરવામાં આવી હતી.
ત્યારે પોલીસની હેરાનગતિ ચાલુ જ રહેશે કે કેમ તે જોવું રહ્યું. મલીયાધરામાં યુનિટિ ગ્રુપ દ્વારા ગામના એનઆરઆઇ પરિવારના સહયોગથી ૫૦૦૦ જેટલા એન-૯૫ માસ્કનું વિતરણ કરવામાં આવ્યું. યુનિટિ ગ્રુપ દ્વારા ગામના દરેક વ્યક્તિ દીઠ બે માસ તેમજ ઘર દીઠ સેનેટાઈઝરનું વિતરણ કરવામાં આવતા તાલુકા ભાજપના ઉપપ્રમુખ પ્રકાશભાઇ પટેલ સહિતના આગેવાનો દ્વારા વિદેશમાં રહી વતનના લોકોને કોરોના જેવી મહામારીના કપરા સમયે મદદરૂપ થવાની એનઆરઆઈ પરિવારોની ભાવનાને બિરદાવી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500