હળપતિ સેવા સંઘ બારડોલી સંચાલિત આશ્રમ શાળા તેજલાવ તાલુકા ચીખલી ખાતે નવું વિદ્યાલય બિલ્ડીંગના બાંધકામ માટે સંસ્થાના નવ નિયુક્ત પ્રમુખ પ્રકાશભાઈ અરવિંદભાઈ દેસાઇના અધ્યક્ષ સ્થાને ભૂમિ પૂજનનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં કોરોના ગાઈડલાઇનનું પાલન કરવામાં આવ્યું હતું.
લાયન્સ ક્લબ ઓફ નોર્થ સુરત મારફત આશ્રમ શાળા તેજલાવ ખાતે વિદ્યાલય બાંધકામ માટે શ્રી ગણેશ કરવામાં આવ્યા છે. બાંધકામ માટે થનાર ખર્ચ લાયન્સ ક્લબ ઓફ નોર્થ સુરત અને દાતાઓએ માતબર રકમ એકત્ર કરી છે સાથે જ ભૂમિ પૂજન પ્રસંગ નિમિત્તે સા7,50,000/- રૂપિયાની રકમ એકત્રિત થઈ હતી. લાયન્સ ક્લબ ઓફ નોર્થ સુરતના પ્રમુખ યોગેશ દેસાઇએ જણાવ્યુ હતું કે, હળપતિ સેવા સંઘ દક્ષિણ ગુજરાતમાં હળપતિ આદિવાસી અને વંચિત વર્ગના લોકોના બાળકો માટે 48 જેટલી શૈક્ષણિક સંસ્થાઓ ચલાવે છે. તેમાં અમે મદદરૂપ થવાનો નમ્ર પ્રયાસ કરેલ છે.
આ પ્રસંગે તેજલાવ ગામના અગ્રણી અને કાર્યકર નિતિન દેસાઇએ જણાવ્યુ હતું કે, લાયન્સ ક્લબ ઓફ નોર્થ સુરતે પ્રસંશનીય કાર્ય ઉપાડયું હતું. તેમાં અમારો સંપૂર્ણ સહયોગ રહેશે. હળપતિ સેવા સંઘના પ્રમુખ અરવિંદભાઈ દેસાઇએ જણાવ્યુ હતું કે, સમાજમાં પરીવર્તન માટે શિક્ષણ જરૂરી છે અને તેના વ્યાપ અને વિકાસ માટે લાયન્સ ક્લબના હોદ્દેદારો, સભ્યો અને દાતાઓનો આભાર વ્યક્ત કર્યો હતો.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500