નવસારી જિલ્લામાં આગામી તાલુકા પંચાયત/જિલ્લા પંચાયત તથા નગરપાલિકાઓની સામાન્ય ચૂંટણી તા.૨૮/૦૨/૨૦૨૧ના રોજ યોજાનાર છે.
ચુંટણી મુકત, ન્યાયી અને સરળ થાય તે હેતુસર નવસારી જિલ્લા મેજીસ્ટ્રેટ આર્દ્રા અગ્રવાલે મળેલી સત્તાની રૂઍ ઍક જાહેરનામાં ઘ્વારા નવસારી જિલ્લાના આવેલ વ્યકિત, સંસ્થા, મંડળી કે રાજકીયપક્ષ, બીનરાજકીય પક્ષ તથા અર્ધ રાજકીયપક્ષ અને જિલ્લામાં તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત તથા નગરપાલિકાઓની સામાન્ય ચૂંટણીના ભાવિ ઉમેદવારો દ્વારા ટીવી ચેનલો, કેબલ, રેડિયો, સોશ્યિલ મિડીયા અન્ય કોઇપણ ઇલેકટ્રોનિક મિડીયામાં ચૂંટણી સંબંધિત જાહેરાત આપતાં પહેલા સબંધિત વિસ્તારના ચૂંટણી અધિકારી અને જિલ્લા ચૂંટણી અધિકારીની મંજૂરી મેળવ્યા સિવાય ચૂંટણી પ્રચાર અંગે કોઇપણ પ્રકારની જાહેરાતો આપવા ઉપર આગામી તા.૦૨/૦૩/૨૦૨૧ સુધી પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. આ હુકમનો ભંગ કે ઉલ્લંઘન કરનાર વ્યકિત દંડ સહિતાની કલમ-૧૮૮ હેઠળ સજાને પાત્ર થશે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500