નહેરુ યુવા કેન્દ્ર દ્વારા નવસારી વૃક્ષારોપણ દિન નિમિત્તે, નવસારી એગ્રીકલ્ચર યુનિવર્સિટી ખાતે વૃક્ષારોપણનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. આ ઉપરાંત દરેક વ્યક્તિઓને પર્યાવરણ અંગે જાગૃત કરવામાં આવ્યા હતા તથા વૃક્ષો વાવવા તથા તેનું જતન કરવા અંગે અંગેનો કાર્યક્રમ હાથ ધરવામાં આવ્યો હતો .
આ કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે એગ્રીકલ્ચર યુનિવર્સિટીના કુલપતિ ડૉ.ઝીણાભાઈ પટેલે યુવાઓને વૃક્ષારોપણ સાથે સાથે તેનું જતન કરવા અંગે પણ ભલામણ કરી હતી. નેહરુ યુવા કેન્દ્રના જિલ્લા યુવા અધિકારી વર્ષાબેન રોઘાએ જણાવ્યું હતું કે, જો યુવા એક સાથે મળી જાય, તો સમાજમાં સારુ પરિવર્તન લાવી શકીએ છે તો દરેક યુવાઓ એક વૃક્ષ વાવવાની પ્રતિજ્ઞા લઈએ. તેમજ સૌ સાથે મળીને આ કોરાના જેવી મહામારીને હરાવવા કટિબધ્ધ બનીએ. આ પ્રસંગે જિલ્લા વિકાસ અધિકારી શ્રીમતી પ્રશસ્તિ પરીક, યુનિવર્સિટીનાં સિનિયર સાયન્ટિસ્ટ ડૉ.ટીંબડિયા, તપસ્યા નારી સેવા સમિતિના રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રીમતી રિશિદા ઠાકોર અને જીલ્લાના તમામ નેશનલ યુથ વોલેન્ટીયર ઉપસ્થિત રહયાં હતાં.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500