નવસારી સબજેલમાં સજા કાપી રહેલી કેદી બહેનોને આત્મનિર્ભર બનાવવાનો પ્રયાસ હાથ ધરવામાં આવ્યો છે. કેદી બહેનો પોતાની સજા પૂર્ણ કરીને બહાર જાય તે બાદ તેમને નવી દિશા મળે તે અર્થે નવસારી ટ્રાફિક એજ્યુકેશન ટ્રસ્ટ અને દેસાઇ ફાઉન્ડેશન દ્વારા તેમને રંગબેરંગી કોડિયા બનાવતા શિખવાડવામાં આવી રહ્યા છે. નવસારી સબજેલની મહિલા કેદીઓ સજા બાદ બહાર જાય અને તેમને રોજગારી માટે કોઇ પર નિર્ભર ન રહેવું પડે તેના માટે ટ્રાફિક એજ્યુકેશન ટ્રસ્ટ અને દેસાઇ ફાઉન્ડેશનના સહિયારા પ્રયત્ન થકી દિયા ડેકોરેશન શિખવાડવામાં આવ્યું હતું. સબજેલમાં સજા કાપી રહેલી 16 બહેનોને બનાવેલા દિવાનું ગાંધીજયંતીના દિવસથી વેચાણ શરૂ કરવામાં આવશે. કોડિયા ડેકોરેશનની સાથે સેનેટરી પેડ વિશે પણ મહિલા કેદીઓને માહિતી આપી જાગૃત કરવામાં આવી ગતી. જેલમાંથી છુટ્યા બાદ ફરીથી આ બહેનો ખોટા રસ્તે ન જાય તે માટે ટ્રાફિક એજ્યુકેશન ટ્રસ્ટ અને દેસાઇ ફાઉન્ડેશનના આ અભિયાનને શહેરીજનોએ ખૂબ વધાવ્યો છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application