નવસારીના વાંસદા તાલુકાની પ્રજામાં ગરીબ અને શિક્ષાના અભાવને લઈ દિવ્યાંગોની સંખ્યા વધારે છે. જેમાં બહેરા, મુંગા, આંખના રોગ, ખોડખાંપણ જેવી અનેક બીમારીથી પીડાતા હોય છે. જેના સર્ટીફિકેટ વિતરણ કરવા માટે 6 માસમાં એક કેમ્પ કરવામાં આવે છે. નવસારી સિવિલમાંથી અલગ-અલગ વિભાગના ડોક્ટરો આવે છે અને અરજદારને ચેક કરી સર્ટીફિકેટ બનાવી આપવવામાં આવે છે. જ્યારે પણ દિવ્યાંગ સર્ટીફિકેટનો કેમ્પ હોય ત્યારે મોટી સંખ્યામાં ગામડામાંથી અરજદારો અહીં આવીને નામ લખાવીને લાઈન લગાવે છે. પરંતુ સમયના અભાવે ઘણા લોકો દર કેમ્પમાં આખો દિવસ બગાડ્યા બાદ સર્ટીફિકેટ મેળવ્યા વગર ઘરે પરત ફરવું પડે છે. જેને લઈ અરજદારોનો સમય વેડફાય છે. લોકો કામ છોડી આખો દિવસ લાઈન લગાવે અને પછી કહેવાય કે સમય પૂરો થઈ ગયો તો આમાં અરજદારોનો શું વાંક, વહીવટીતંત્રએ આ માટે નક્કર કામગીરી કરવી જોઈએ. જોકે આ ક્ર્યાક્રમાં તમામ લોકોને લાભ મળવો જોઈએ. જો એક દિવસમાં કામગીરી પૂર્ણ નહીં થાય તો અઠવાડિયામાં મંગળવાર કે ગુરૂવાર નક્કી કરી લોકોને અવગડતા નહીં પડે તે દિશામાં વહીવટીતંત્રએ આયોજન કરવું જોઈએ. જયારી ગતરોજ પણ યોજાયેલા દિવ્યાંગ કેમ્પમાં 1 વાગ્યા બાદ સમય પૂરો થઈ ગયો એમ કહીં તબીબોએ અરજદારોને ના પાડતા હોબાળો મચી ગયો હતો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application