Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

નવસારી : કારમાંથી 60 દારૂની બોટલો સાથે બે ઈસમોની ધરપકડ

  • May 31, 2021 

નવસારી ગ્રીડ પાસે નેશનલ હાઈવે નંબર-48 ઉપર નવસારી રૂરલ પોલીસ સ્ટાફના માણસો પેટ્રોલીગમાં હતા. તે દરમિયાન એક બ્રાઉન કલરની ડસ્ટર ફોર વ્હીલર નંબર જીજે/12/સીજી/0261 પુરઝડપે આવતી હોય તેને રોકી પોલીસે ગાડીની તલાશી લેતા ગાડીમાંથી ભારતીય બનાવટની 60 બોટલો મળી આવી હતી જેની કીંમત રૂપિયા 60 હજાર અને ગાડીની કીંમત રૂપિયા 4 લાખ તેમજ 2 નંગ મોબાઈલ આમ, કુલ મળી રૂપિયા 4.70 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.

 

 

 

 

ત્યારબાદ ગાડીમાં બેસેલા બે ઈસમો પૈકી અમૃત ટેપન અને અનીલ શંકર ખાનીયા (બંને રહે.ગાંધીધામ,કચ્છ)ઓની ધરપકડ કરવામાં આવી હતી. ત્યારબાદ પકડાયેલ બંને ઈસમોની પૂછપરછ હાથ ધરતા જાણવા મળ્યું હતું કે, માલ ભરી આપનાર સુરેશ દેવજી ભાનુશાલી હતો જેને પોલીસે વોન્ડેટ જાહેર કર્યો હતો.      


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application