ચીખલી તાલુકા કોંગ્રેસના પ્રમુખ શૈલેષભાઇ પટેલ, પૂર્વ પ્રમુખ મગનભાઈ આમધરા, મલિયાધરાના આઈ.સી.પટેલ સહિતના કોંગ્રેસી આગેવાનોએ પેટ્રોલ-ડીઝલના ભાવ વધારાના વિરોધમાં થાલા બગલાદેવ પાસે પેટ્રોલપંપ ઉપર પ્રદર્શન કર્યા બાદ મામલતદારને આવેદન પત્ર પાઠવી જણાવ્યું હતું કે, કોરોના મહામારીની વચ્ચે પણ પેટ્રોલ-ડીઝલના ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે. કોરોના મહામારીની બીજી લહેરની અસર હેઠળ પ્રજાજનો જ્યારે ભારે આર્થિક સંક્રમણ અનુભવી રહ્યા છે. ત્યારે પેટ્રોલ-ડીઝલના ભાવોમાં ઐતિહાસિક ભાવ વધારો અસહ્ય છે.
દેશના કેટલાક ભાગોમાં તો પેટ્રોલનો ભાવ ૧૦૦ રૂપિયાની સપાટી વટાવી ગયો છે. છેલ્લા ૧૩-માસના સમયગાળામા જ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં અનુક્રમે પેટ્રોલમાં રૂ.૨૫.૭૨ અને ડિઝલમાં ૨૩.૯૩નો ધરખમ વધારો કરવામાં આવ્યો છે અને માત્ર પાંચ જ મહિનાના ગાળામાં કુલ ૪૩ વખત ભાવ વધારો કરવામાં આવ્યો છે. તેમજ કેન્દ્ર અને રાજ્ય સરકાર ૬૦ ટકાથી પણ વધુ ટેક્ષ પેટ્રોલ-ડીઝલ ઉપર પ્રજાજનો પરથી વસુલ કરી રહી છે. ત્યારે વિકાસની વાતો કરતી આ સરકાર ગરીબ અને લાચાર પ્રજાનું શોષણ કરી રહી છે સાથે જ પેટ્રોલ-ડીઝલના ભાવ વધારાના કારણે ખેડૂત તેમજ આમપ્રજા એ મોંઘવારીનો ભાર સહન કરવો પડી રહ્યો છે. જેથી ગરીબ અને લાચાર પ્રજાની સાથે કોંગ્રેસ પક્ષ ઉભો છે અને આવનાર સમયમાં હવે આ ભાવ વધારો પરત ખેંચવામાં નહીં આવે તો આવનાર સમયમાં ઉગ્ર આંદોલન કરવામાં આવશે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application