Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

નવસારી જિલ્લાના બાંધકામ શ્રમિકો માટે શૈક્ષણિક સહાય મેળવવા અરજી મંગાવાઈ

  • June 09, 2021 

રાજયમાં બાંધકામ શ્રમયોગી કામદારોના કલ્યાણ અને ઉત્કર્ષ માટે કાર્યરત ગુજરાત મકાન અને અન્ય બાંધકામ શ્રમયોગી કલ્યાણ બોર્ડ દ્વારા વિવિધ કલ્યાણકારી યોજનાઓ અમલમાં મૂકવામાં આવી છે. બાંધકામ શ્રમયોગી કલ્યાણ બોર્ડમાં નોîધાયેલા બાંધકામ શ્રમિકોના કુટુંબના બાળકોમાં શિક્ષણ પ્રત્યે રસ અને રૂચિ વધે તથા શિક્ષણક્ષેત્રે આગળ વધી ઉચ્ચપદ મેળવી ઉજજવળ ભવિષ્યનું નિર્માણ કરે તે હેતુથી નોîધાયેલ બાંધકામ શ્રમિકના બે બાળકોને શિક્ષણ સહાય પ્રતિવર્ષ આપવામાં આવે છે. આગામી સને ૨૦૨૧-૨૨ ના શૈક્ષણિક સત્રમાં પ્રાથમિક શિક્ષણથી ઉચ્ચ વિવિધ વિદ્યા શાખાઓમાં અભ્યાસ કરતાં નોîધાયેલ બાંધકામ શ્રમિકોના બે બાળકો સુધી આ શૈક્ષણિક સહાય મેળવવા પ્રવેશ મેળવ્યા તારીખ/શૈક્ષણિક સત્ર શરૂ થયાથી ત્રણ માસ (૯૦ દિવસ)માં નિયત ધારા ધોરણ પ્રમાણે નિયત સમય મર્યાદામાં ગુજરાત મકાન અને અન્ય બાંધકામ શ્રમયોગી કલ્યાણ બોર્ડની જિલ્લા કચેરીને નિયત નમૂનામાં ફોર્મમાં/અરજી કરવાની રહેશે.

 

 

 

 

બાંધકામ શ્રમયોગી શિક્ષણ સહાય યોજનામાં જે શ્રમિકોના બાળકો ધોરણ-૧ થી ૪ અભ્યાસ કરે છે. રૂ.૫૦૦/- અભ્યાસ સહાય તથા ધોરણ-૫ થી ૯માં અભ્યાસ કરતાં બાળકોને રૂ.૧૦૦૦/-, ધોરણ-૧૦થી ૧૨માં માધ્યમિક તથા ઉચ્ચતર માધ્યમિકમાં અભ્યાસ કરતાં બાળકોને રૂ.૨૦૦૦/- તથા રૂ.૫૦૦/- હોસ્ટેલ સહાય આપવામાં આવે છે. આઇ.ટી.આઇ.માં વ્યવસાયલક્ષી અભ્યાસક્રમમાં જાડાયેલા બાળકોને તેમજ પી.ટી.સી., સેનેટરી ઇન્સ્પેકટર કોર્ષમાં અભ્યાસ કરતા બાળકોને રૂ.૫૦૦૦/- અભ્યાસ સહાય, ડિપ્લોમાં ઍન્જીનિયરમાં નર્સિંગ, પી.જી.ડી.સી.એ.માં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓને રૂ.૫૦૦૦/- અભ્યાસ સહાય, રૂ.૨૫૦૦/- હોસ્ટેલ સહાય તેમજ રૂ.૩૦૦૦/- પુસ્તક સહાય આપવામાં આવે છે. જયારે બી.બી.એ., બી.કોમ., બી.એસ.સી., એલ.એલ.બી., બી.સી.એ., બી.એડ જેવા વિદ્યાશાખાઓમાં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓને રૂ.૧૦,૦૦૦/- શિક્ષણ સહાય, રૂ.૫૦૦૦/- હોસ્ટેલ સહાય આપવામાં આવશે. એમ.એ.,એમ.કોમ, એમ.એડ, એમ.એસ.સી., એમ.એસ.ડબલ્યુ, એલ.એલ.એમ., એમ.સી.એ., એમ.બી.એ.માં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓને રૂ.૧૫૦૦૦/- અભ્યાસ સહાય અને રૂ.૫૦૦૦/- હોસ્ટેલ સહાય આપવામાં આવે છે.

 

 

 

 

ફિઝીયોથેરાપી, હોમિયોપેથી, આયુર્વેદ, ફાર્મસી, બી.ફાર્મ અને બી.અસી.સી. નર્સિંગમાં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓને રૂ.૧૫૦૦૦/- અભ્યાસ સહાય, રૂ.૫૦૦૦/- હોસ્ટેલ અને રૂ.૫૦૦૦/- પુસ્તક સહાય આપવામાં આવે છે. એમ.બી.બી.એસ., બી.ડી.એસ. એમ.ડી.એમ.એસ., મેડિકલમાં અભ્યાસ કરતાં શ્રમિક કુટુંબના બાળકોને રૂ.૨૫૦૦૦/- અભ્યાસ સહાય, રૂ.૫૦૦૦/- હોસ્ટેલ સહાય, રૂ.૫૦૦૦/- પુસ્તક સહાય આપવામાં આવશે. જયારે પી.એચ.ડી. અને એમ.ફીલના અભ્યાસના વિદ્યાર્થીઓને અભ્યાસ પૂર્ણ કર્યેથી એક વખત ઉચ્ચક રૂ.૨૫૦૦૦/-ની સહાય આપવામાં આવે છે. હોસ્ટેલ સહાય માટે હોસ્ટેલમાં રહી અભ્યાસ કરતાં હોય તો તેવા કિસ્સામાં જરૂરી આધાર પુરાવા રજૂ કર્યેથી સહાય મળવાપાત્ર રહેશે તથા પુસ્તક સહાય માત્ર અભ્યાસના પ્રથમ વર્ષે જ મળવાપાત્ર છે. આ શિક્ષણ સહાય યોજનાનો નોધાયેલ બાંધકામ શ્રમયોગીઓના બાળકોએ વર્ષ ૨૦૨૧-૨૨માં પ્રવેશ મેળવ્યા તારીખ/સત્ર શરૂ થાય તારીખથી ત્રણ માસ સુધીમાં ગુજરાત મકાન અને અન્ય બાંધકામ શ્રમયોગી કલ્યાણ બોર્ડ, સી બ્લોક, બીજા માળ, જુનાથાણા નવસારીને અરજી કરવાની રહેશે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application