Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

ટ્રેક્ટર પલટી મારતાં વૃદ્ધનું મોત નીપજ્યું

  • January 28, 2022 

નવસારીનાં ચીખલી તાલુકાનાં પીપલગભાણ પાસે નહેરમાં ટ્રેક્ટર પલટી મારતા આમધરા ગામના વૃદ્ધ ચાલકનું મોત નીપજ્યું હતું. સુત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, આમધરા ગામના સામર ફળિયાના અરવિંદભાઈ નગીનભાઈ પટેલ (ઉ.વ.60) તેમના ખેતરમાં ખેડવા માટે ટ્રેકટર નંબર જીજે/16/સીએચ/2569 લઈને નીકળ્યાં હતા. તે સમય દરમિયાન પીપલગભણ ભરવાડ ફળિયાથી બોમ્બે ફળિયા તરફ જતા રોડ પર આકસ્મિક રીતે નહેરમાં ટ્રેકટર પલટી મારી જતા ટ્રેકટર નીચે દબાઈ જતા વૃદ્ધને 108ની મદદથી રેફરલ હોસ્પિટલમાં ખસેડાતા તબીબે વૃદ્ધને મૃત જાહેર કર્યાં હતા. બનાવ અંગે શૈલેષભાઈ પટેલે ફરિયાદ આપતા પોલીસે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application