નવસારી તાલુકાના સદલાવ ગામે રહેતો અને નંદુરબારથી શેરડીના ખેતરમાં કાપણમાં મંજુરી કામ માટે આવેલા યુવાને ખેતરમાં જઈ ઝાડ ઉપર ગળે ફાંસો લગાવી આત્મહત્યા કરી લીધી હતી. જે બનાવ અંગે ગ્રામ્ય પોલીસે અકસ્માત મોતની નોંધ કરી તપાસ હાથ ધરી છે.
મૂળ નંદુરબાર જીલ્લાના તલોધ ગામ ખાતે પાડવી હાટી વિસ્તારમાં રહેતો 18 વર્ષીય યુવક અજય મંગલ પાડવી તેના પરિવાર સાથે શેરડીના ખેતરમાં કાપણીના મજુરી કામ માટે આવ્યો હતો. જેને કોઈક અગમ્ય કારણસર પોતાના પડાવથી દુર નવાતળાવ ગામના એક ખેતરમાં જઈ આંબાના ઝાડની ડાળી ઉપર દોરી વડે ગળે ફાંસો લગાવી આત્મહત્યા કરી લીધી હતી, ત્યારબાદ પોલીસે સ્થળ પર પહોંચી લાશનો કબ્જો પી.એમ. માટે મોકલી આપી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application