Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

બિનવારસી મળેલ કાર માંથી રૂપિયા 1.58 લાખનો દારૂ પકડાયો, કાર ચાલક ફરાર

  • October 09, 2021 

નવસારી લોકલ ક્રાઈમ બ્રાંચની ટીમને મળેલ બાતમીને આધારે, ખડસૂપા-સણવલ્લા રોડ ઉપર કુંભાર ફળિયાના બસ સ્ટેન્ડ પાસેથી રૂપિયા 1.58 લાખનો દારૂ ભરેલી બિનવારસી આઈ-ટ્વેન્ટી કાર ઝડપી પાડી છે. કારનું ટાયર ફાટી ગયું હતું અને પોલીસની રેઈડનો અંદાજ આવી જતાં ડ્રાઈવર કાર છોડી ભાગી છુટ્યો હોવાનું પોલીસ સૂત્રો જણાવી રહ્યાં છે ત્યારબાદ પોલીસે કારની તલાશી લેતાં કાર માંથી ભારતીય બનાવટની વિદેશી દારૂની 1963 નંગ બોટલો મળી આવી હતી જેની કિંમત રૂપિયા 1.58 લાખ હતી પોલીસે વધુમાં જણાવ્યું હતું કે, કારનું ટાયર ફાટી જતાં કાર ચાલકે કારને કુંભાર ફળિયાના બસ સ્ટેન્ડ નજીક પાર્ક કરી હતી. પરંતુ પોલીસની રેડનો અંદાજ આવી જતાં કારને બિનવારસી હાલતમાં છોડીને તે નાસી ભાગી છૂટ્યો હતો. આમ, પોલીસે દારૂનો જથ્થો અને કાર મળી કુલ રૂપિયા 5.58 લાખનો મુદ્દામાલ કબ્જે કરી કાર ચાલકને વોન્ટેડ જાહેર કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application