નવસારી જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ફટાકડા વેચાણને લઈને ગાઈડ લાઇન્સ બહાર પાડી છે. ત્યારે કેટલાક વેપારીઓ નિયમો વિરુદ્ધ ફટાકડાનું વેચાણ કરી રહ્યા છે. જેને લઇને જે તે પોલીસ સ્ટેશન વિસ્તારમાં ફટાકડાઓનું ગેરકાયદેસર વેચાણ થતું હોય તેવા વેપારીઓને ઝડપી પાડી તેમના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા માટે જિલ્લા પોલીસ વડા દ્વારા સૂચના આપવામાં આવી હતી. જેથી ગણદેવી વિસ્તારમાં પૂજા સુપર નોવેલટી નામની દુકાન ધરાવતા જાશારામ ચૌધરી (ઉ.વ.25) પોતાની દુકાનમાં નોવેલ્ટી આઈટમના વેચાણની આડમાં ફટાકડાનો જોખમી વેચાણ કરી રહ્યા હતા સાથે જ ફાયરને લગતી સુવિધાઓ પણ ઊભી કરવામાં આવી ન હતી.
ત્યારબાદ ગણદેવી પોલીસે ચેકિંગ હાથ ધરતા દુકાનમાં ફટાકડાઓ જોવા મળ્યા હતા પોલીસે ફટાકડાઓનો કબ્જો લઈ વેપારી વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે. જયારે બીજા બનાવામાં શ્રી રંગ કોર્નર નામની કરિયાણાની દુકાન ધરાવતા અનિલ હળપતિ (ઉ.વ.40) જે કરિયાણાની દુકાન આડમાં જોખમી રીતે ફટાકડાનું વેચાણ કરી રહ્યા હતા અને ગણદેવી પોલીસે તપાસ કરતા ફાયર સેફ્ટી સહિતની કોઈપણ સુવિધાઓ નજરે ન પડતા તેમના વિરુદ્ધ પણ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application