નવસારીના શાંતાદેવી રોડ પર રહેતી એક યુવતી મોડી સાંજે તેમની એપાર્ટમેન્ટનાં ટેરેસ ઉપર સુકવેલા કપડાં લેવા ગયેલી યુવતીનું અકસ્માતે પડી ગઈ હતી. ચોથા માળેથી યુવતી પડી જતા તેને ગંભીર ઈજા થતા સારવાર અર્થે હોસ્પિટલમાં લઈ જતા સમયે રસ્તામાં જ તેનીનું મોત થયું હતું. બનાવ અંગે પોલીસે તપાસ હાથ ધરી હતી.
સુત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, નવસારીમાં શાંતાદેવી રોડ પર રામેશ્વર એપાર્ટમેન્ટમાં ઘર નંબર-202માં રત્નકલાકાર રમેશભાઈ રતનાભાઈ પ્રજાપતિ તેમની દીકરી પાર્વતીબેન અને પરિવાર સાથે રહે છે જોકે ગત તા.3જી ઓકટોબરના રોજ સાંજે 5.30 વાગ્યાના અરસામાં પાર્વતીબેન ઘરના કપડાં એપાર્ટમેન્ટની ટેરેસ ઉપર સુકવેલા હોય તે લેવા ગઈ હતી અને કપડાં લેતી હતી તે સમયે આકસ્મિક રીતે ટેરેસ ઉપરથી નીચે પડી ગઈ હતી જેથી યુવતીને શરીરે મૂઢમાર વાગતા અને ગંભીર ઈજાઓ થવાથી સારવાર અર્થે નજીકમાં આવેલ ખાનગી હોસ્પિટલમાં લઈ જાય તે પહેલા જ રસ્તામાં જ મોત નીપજ્યું હતું. બનાવ અંગે પોલીસે આગળની વધુ તપાસ હાથ ધરી હતી
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application