ઔદ્યોગિક તાલીમ સંસ્થા ગણદેવા ખાતે પ્રવેશ સત્ર ઓગસ્ટ-૨૦૨૧ ચાલુ કરવામાં આવેલ છે. જેમાં પ્રવેશ ઇચ્છુક ઉમેદવારોએ સંસ્થા ખાતે તા.૨૦/૦૭/૨૦૨૧ સુધીમાં સવારે ૧૦-૦૦ થી ૫-૦૦ વાગ્યા સુધીમાં જરૂરી પ્રમાણપત્રો સાથે હાજર રહી ઓનલાઇન ફોર્મ ભરી જમાં કરાવવાનું રહેશે.
ગણદેવા સંસ્થા ચાલતા વ્યવસાયોમાં ફિટર, ઇલેકટ્રીશીયન, કોમ્પ્યુટર ઓપરેટર ઍન્ડ પ્રોગ્રામીંગ આસી(કોપા) માટે ધોરણ ૧૦ પાસ, વાયરમેન, વેલ્ડર, સુઇગ ટેકનોલોજી અને પ્લમ્બર માટે ધોરણ-૮ પાસ લાયકાત ધરાવતા હોવા જાઇએ. આ અંગે વધુ માહિતી માટે આઇ.ટી.આઇ.ગણદેવા ફોન નંબર (૦૨૬૩૪) ૨૪૬૨૨૫ અથવા મો.નં-૯૮૨૪૭૪૬૨૭૩/૯૯૭૪૦૫૭૨૭૩ પર સંપર્ક સાધવા જણાવાયું છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500