ચીખલી તાલુકાનાં બામણવેલ ગામે રહેતા યુવકે થાયમેટ નામની ઝેરી દવા પી લેતા તેનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. સુત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, ગત તા.19ના રોજ 36 વર્ષીય ઉમેશભાઈ રામુભાઈ રાઠોડ (રહે.બામણવેલ,પહાડ ફળિયું,તા.ચીખલી) નાઓ કલ્પેશભાઈ લાડના ખેતરમાં કામ કરવા માટે ગયા હતા અને ત્યાં કોઈ અગમ્ય કારણસર બપોરના સમયે થાયમેટ નામની દવા પી લીધી હતી. જેના કારણે ગભરામણ થતા સારવાર અર્થે ચીખલીની રેફરલ હોસ્પિટલમાં અને વધુ સારવાર અર્થે વલસાડ સિવિલ હોસ્પિટલમાં લઈ જવાતા જ્યાં ફરજ પરના તબીબે મૃત જાહેર કરતા બનાવ અંગે મૃતક યુવકની પત્નીએ ચીખલી પોલીસને જાણ કરતાં પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application