Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

ગેરકાયદેસર ગેસ રીફીલીંગ કરતો એક યુવક ઝડપાયો

  • April 06, 2021 

નવસારી શહેરના વિજલપોર વિસ્તારમાં એસઓજીની ટીમને મળેલ બાતમીના આધારે, ગેસ સીલીન્ડરોનું રિફિલિંગ કરી કાળા બજાર કરતા એક ઈસમને ઝડપી પાડી કાયદેસની કાર્યવાહી હાથ ધરાઈ.

 

 

 

 

સુત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, વિજલપોર વિસ્તારમાં એસઓજીની ટીમ પેટ્રોલિંગમાં હતી તે સમય દરમિયાન ખાનગી રહે મળેલ બાતમીના આધારે, સુર્યા નગર રોડ ઉપર રેવા નગર ખાતે એક ભાડાની દુકાનમાં 25 વર્ષીય પીન્ટુ સુનીલ કેવટ નામનો ઈસમ મોટા ગેસના સિલિન્ડરોમાંથી ગેસ ભરી આપે ચી અને ગેરકાયદેસર રીતે ગ્રાહકો પાસે ઉંચા ભાવ લઈ કાળા બજાર કરે છે. જે બાતમીના આધારે, પોલીસે સ્થળ ઉપર પહોંચી તપાસ કરતા દુકાન માંથી ગેસ સિલિન્ડર, ટી-પાનું, વજન કાંટો, રીફીલીંગ કરવાનો પાઈપ સહિત કુલ રૂપિયા 8,100/- નો મુદ્દામાલ કબ્જે કરી ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application