Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

બોરીયાચ ટોલનાકા પાસેથી કારમાં સંતાડીને દારૂનું વહન કરતો યુવક ઝડપાયો

  • October 26, 2021 

નવસારી જિલ્લામાં પ્રોહિબિશનના ગુના અટકાવવા તેમજ શોધી કાઢવા પોલીસ અધિક્ષકએ નવસારી એલસીબી પીઆઈને જરૂરી સૂચના આપી હતી. જે અન્વયે એલસીબીનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન મળેલ બાતમીના આધારે નેશનલ હાઈવે નંબર-48 બોરીયાચ ટોલનાકા પાસે રોડ પર બાતમીવાળી કાર નંબર એમએચ/01/બીજી/3516 આવતા તેમાં તપાસ કરતા પાછળની સીટ નીચે બનાવેલ ચોરખાના માંથી વિદેશી દારૂની 42 બોટલ મળી આવી હતી જેની કીંમત રૂપિયા 36 હજાર હતી. આમ, પોલીસે ચાલક મોહમદ અબ્દુલ કાદિર મુલતાની (રહે.દમણ/મૂળ.વાપી) નાની અટક કરી પૂછપરછ દરમિયાન આ વિદેશી દારૂ સંદીપ નામના યુવાને પાલઘરથી ભરાવી આપ્યો અને અયપ્પા ચોકડીમાં પહોંચાડવા હોવાનું જણાવ્યું હતું. બનાવ અંગે પોલીસે એકની અટક કરી 2ને વોતેદ જાહેર કરી કાર્યવાહી હાથ ધરી હતી.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application