Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

નવસારીનાં શાહુ ગામ નજીક ટ્રેક્ટર પલટી જતા યુવકનું ઘટના સ્થળે મોત

  • April 04, 2021 

નવસારી તાલુકાના શાહુ ગામે ખેતરમાં ટ્રેક્ટર વડે કામ કરી રહેલા તેના ચાલકનું ટ્રેક્ટર પલટી જતા ઘટના સ્થળે મોત નીપજ્યું હતું. બનાવ અંગે ગ્રામ્ય પોલીસે અકસ્માત મોતની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

 

 

 

 

સુત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, ઉગત ગામના વડ ફળિયા ખાતે રહેતો નરેશભાઈ બાલુભાઈ હળપતિ નજીકના જ ખેતરમાં ટ્રેક્ટર ચાલક તરીકે કામ કરવા માટે ગયો હતો. જ્યાં ખેતરમાં ટર્ન મારતી વેળા ટ્રેક્ટર પાળી ઉપર ચઢી જતા પલટી ગયું હતું. આ અકસ્માતમાં તેનો ચાલક ટ્રેક્ટર નીચે દબાઈ જતા તેણે શરીરે ગંભીર ઈજા થઈ હતી જેને કારણે તેનું મોત નીપજ્યું હતું.

 

 

 

 

આ બનાવ અંગે મરણ પામનારના ભાઈ નવસારી ગ્રામ્ય પોલીસને જાણ કરતા પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application