ચીખલી તાલુકાનાં ખરોલી ગામે રહી મજૂરીકામ કરતાં દંપતી વચ્ચે ઝગડો થતાં પત્નીએ ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી હતી. બનાવની વિગત એવી છે કે, ચીખલીના ખરોલી ગામે દેવલી માળી મંદિર પાસે અનંતસિંહ વિજયસિંહ ચૌહાણના ગોળના કોલામાં રહેતા અને મજૂરીકામ કરતાં રાજુભાઇ પચાયા તેમજ પત્ની કનાબેન પચાયા વચ્ચે સવારના સમયે સામાન્ય બાબતને લઈ બોલાચાલી થઈ હતી. જે અંગે પત્નીને માઠુ લાગી આવતા કનાબેન પચાયાએ ખરોલી દેવલી માળી મંદિર નજીક જીતેન્દ્રસિંહ જશવંતસિંહ ચૌહાણના વચલા ફળીયા ખાતે આવેલ ખેતરના છેડે લીમડાના ઝાડની ડાળી સાથે દુપટ્ટા વડે ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવી લીધું હતું. બનાવ અંગે રાજુ પચાયાએ ચીખલી પોલીસને જાણ કરતાં પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application