મંકોડીયા વિસ્તારમાં રહેતી એક આધેડ વયની મહિલાએ પોતાના પતિના ત્રાસથી કંટાળી જઈ પોલીસમાં ફરિયાદ કરી.
પતિ દવા માટે પુરતા પૈસા આપતો ન હોવાથી મહિલાએ વિજલપોર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી, ફરિયાદ નોંધાવતા પોલીસે આગળની કાર્યવાહી ધરી હતી. શાંતિ એપાર્ટમેન્ટમાં રહેતી મહિલા અંજના જયેશ દેસાઈ(ઉ.વ.59) તેના પતિ જોડે પોતાના ઘરમાં રહેતી હોય તેમને બિમારીની સારવાર માટે પૈસાની જરૂર પડતા પતિ પૂરતા પૈસા આપતા ન હતા તથા તેમણે પોતાનું મકાન પણ વેંચી નાખ્યું હતું જે બાબતે પણ તેઓ કોઈ ખુલાસો કરતા ન હતા, ખાસ કરીને જ્યારે દવા માટે વધુ પૈસાની માંગણી કરું તો ઢીકા-મુક્કીનો માર મારી શારિરીક અને માનસિક ત્રાસ આપવામાં આવતો હતો. આ ત્રાસનો ભોગ બનનાર મહિલાએ વિજલપોર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. જેના આધારે પોલીસ તેના પતિ વિરુદ્દ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application