કોરોનાની મહામારીમાં વતનનું ઋણ ચૂકવવા માટે અનેક એન.આર.આઈ દ્વારા પણ ભારતમાં વિવિધ નાણાકીય અને મેડિકલ સાધન સહિતની સહાય અવિરત શરૂ જ છે. ત્યારે ભારત અને અમેરીકાના સંયુક્ત દાતાઓ દ્વારા બનેલું દેસાઈ ફાઉન્ડેશન ટ્રસ્ટ દ્વારા ગુજરાત, મહારાષ્ટ્ર, રાજસ્થાન, મધ્ય પ્રદેશ, ઉત્તર પ્રદેશ સહિત વિવિધ રાજ્યોમાં 16 કરોડની કિંમત ધરાવતી 5 લાખ એન્ટીજન રેપિડ ટેસ્ટ કીટની સહાય કરવામાં આવી છે. જેના લોકાર્પણ પ્રસંગે નવસારીમાં દાતાઓ અને સાંસદ સીઆર પટેલની હાજરીમાં મતીયા પાટીદાર સમાજની વાડીમાં એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
અત્યાર સુધી ફાઉન્ડેશન દ્વારા થયેલી સહાયમાં 7થી વધુ કોવિડ કેર અને હોસ્પિટલને સહાય આપવામાં આવી છે. જેમાં 20 વેન્ટિલેટર મશીન, 50 ઓક્સિજન કોન્સેન્ટ્રેટર, 80 બાયપેપ મશીન, 250 મેડિકલ કીટ, 10000 આરોગ્ય કીટ, 10000 અનાજ કીટ, 10000 સેનેટરી કીટ, 5 લાખ એન્ટીજન રેપીડ ટેસ્ટ કીટ જેવી અમૂલ્ય સહાય દેશના વિવિધ રાજયોને અર્પણ કરવામાં આવી છે.
નવસારીના સાંસદ અને પ્રદેશ પ્રમુખ સીઆર પટેલના કહેવા મુજબ, દેસાઈ ફાઉન્ડેશન ટ્રસ્ટ દ્વારા કરાયેલી મદદ થકી કોરોના સંક્રમિત વ્યક્તિઓની મદદ થશે અને અમેરિકાથી મોકલવામાં આવેલી આ સહાય અન્ય લોકોને પણ પ્રેરણા પૂરી પાડશે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500