મામલતદાર કચેરી ચીખલી ખાતે પ્રાંત અધિકારી જાગીયાના અધ્યક્ષસ્થાને કોવિડ વેક્સીનેશન અંગેનો કાર્યક્રમ યોજાયો હતો. ૧૮ થી ૪૫ વર્ષના લોકોને વેકસીનનો લાભ મળી રહે તે માટે ચીખલી તાલુકાના કાપડ વેપારી એસોસીઍશન, મેડીકલ એસોસીઍશન, સોની એસોસીઍશન, હોટેલ-રેસ્ટોરન્ટ એસોસીઍશન તથા રીક્ષાચાલક એસોસીએશન સાથે બેઠકમાં તમામ એસોસીએશન સાથે સંકળાયેલ કર્મચારી મહત્તમ લાભ લઈ ઓનલાઇન રજીસ્ટ્રેશન કરી વહેલી તકે વેકસિનેશન કરાવે તે અંગે સમજ આપી હતી. તથા પીએચસી સ્ટાફને મદદરૂપ થવા જરૂરી આયોજન કરવા જણાવ્યું હતું ઉપરાંત તાલુકા દીઠ ફાળવેલ વેકસીન નો ૧૦૦ ટકા વપરાશને ઉપયોગ થાય તે અંગે સુચિત કર્યા હતાં.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application