વાંસદામાં જંગલની જમીનના દાવાવાળા ખેડૂતોની અગાઉ પણ કાવડેજમાં મિટીંગ કરવામાં આવી હતી. જેના અનુસંધાને ચૌંઢા ગામે જંગલ-જળ-જમીનના આદિવાસી અધિકાર મહાસભાના નામે મિટીંગ યોજવામાં આવી હતી. જેમાં વાંસદા-ચીખલીના ધારાસભ્ય અનંત પટેલની વિશેષ ઉપસ્થિત હતી. એમણે જણાવ્યું હતું કે, જળ, જંગલ, જમીન આપણી છે, દાવાવાળા ખેડૂતોએ જમીન છોડવાની નથી. જંગલખાતાના અધિકારીઓ જે દાવાવાળી જગ્યામાં પ્લાન્ટેશન કરે છે. તેઓને અટકાવવાની જરૂરિયાત છે, 2005ના જંગલ જમીનના કાયદા અનુસંધાન ગુજરાત સરકારે જમીનની ફાળવણી કરી નથી પણ આ મુદ્દે આવનારા સમયમાં ટ્રાયબલ સબ પ્લાનની કચેરીનો ઘેરાવો કરીશું. ચૌંઢા વિસ્તારના ગામો જે જંગલની જમીનના દાવાઓ રજૂ કર્યા છે એવા ગામોના આગેવાનો ખેડૂતો સાથે આવનારા સમયમાં હક અને અધિકારોની માંગણી માટે વાંસદામાં ધરણા પ્રદર્શન કરવામાં આવશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application