ચીખલી તાલુકાનાં આલીપોર ગામના પાદર ફળીયા ખાતે રહેતા રિયાઝ ઇબ્રાહીમ વસિયાત (ઉ.વ.૩૦) જે છેલ્લા દસેક મહિનાથી માનસિક રીતે બીમાર હોય અને જેની દવા ચાલુ હતી અને તેની પત્ની પણ છેલ્લા આઠેક મહિનાથી પિયરમાં જતી રહેલી હોય રિયાઝ વસિયાત માનસિક તણાવમાં રહેતા મનદુઃખ થતા સાંજના સમયે પોતાના ઘરમાં રસોડાના ભાગે પંખા લગાવવાના હુક સાથે લાલ કલરની નાયલોનની દોરીથી ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવી દીધું હતું. બનાવ અંગેની ફરિયાદ ઇબ્રાહિમ વસિયાત એ આપતા વધુ તપાસ પોલીસે હાથ ધરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application