Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

ચીખલીનાં સોલધરા ગામેથી વિદેશી દારૂ સાથે એક શખ્સ ઝડપાયો

  • June 24, 2021 

ચીખલી પોલીસ સ્ટાફના માણસો પેટ્રોલીંગમાં નીકળ્યા હતા. તે દરમિયાન મળેલ બાતમીના આધારે, સોલધરા ગામના વંકાલિયા ફળીયામાં રહેતા વિરલ ઉર્ફે વિરુ મોહનભાઇ પટેલના ઘરે રેઈડ કરતા ઘરની અંદરથી વિદેશી દારૂની તેમજ ટીન બિયરની નાની-મોટી બોટલ નંગ-299 બોટલો મળી આવી હતી જેની કીંમત રૂપિયા 31,750/- હતી. ત્યારબાદ પોલીસે દારૂની પાસ પરમીટ માંગતા શખ્સે કોઇપણ પ્રકારની પાસ પરમીટે ન આપતા પોલીસે દારૂનો મુદ્દામાલ કબ્જે કરી વિરલ ઉર્ફે વિરુ પટેલ સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application