Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

આમધરા અને પીપલગભણ ગામમાંથી વિદેશી દારૂ સાથે એક ઈસમ ઝડપાયો, એક વોન્ડેટ

  • June 08, 2021 

ચીખલી પોલીસે બે અલગ-અલગ જગ્યાએથી રૂપિયા 87,690/-ના દારૂના જથ્થા સાથે એક ઈસમને ઝડપી પડ્યો હતો જ્યારે એકને વોન્ટેડ જાહેર કરી વધુ તપાસ હાથ ધરી હતી.

 

 

 

 

સુત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, ચીખલી પોલીસને મળેલ બાતમીના આધારે ચીખલી તાલુકાના આમધરા નવાનગર ખાતે રહેતા, વિજય ભીખુભાઇ હળપતિના ઘરે રેડ કરતા ઘરની અંદરના ભાગેથી વિદેશી દારૂની નાની-મોટી 83 બોટલ મળી આવી હતી જેની કીંમત રૂપિયા 36,340/- મળી આવતા જે અંગે પાસ પરમીટ માંગતા ન હોવાનું જણાવતા વિજય હળપતિની ધરપકડ કરી હતી. જ્યારે બીજા બનાવમાં પીપલગભણ ગામના ખૂટી આંબા ફળીયા ખાતે રહેતા લાલુ ઉર્ફે શૈલેષ ખંડુભાઈ પટેલના રહેણાંક મકાનની બહાર એક જૂની પિયાગો રીક્ષા નંબર જીજે/21/ટી320માં પાછળના ભાગે સંતાડેલ વિદેશી દારૂની નાની-મોટી 777 બોટલ મળી આવી જેની કિંમત રૂપિયા 51,350/- હતી અને પિયાગો રીક્ષા આમ પોલીસે મુદ્દામાલ જપ્ત કરી લાલુ ઉર્ફે શૈલેષ પટેલને વોન્ટેડ જાહેર કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application