Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

ટેમ્પોમાંથી 2.19 લાખના દારૂ સાથે એક ઈસમ ઝડપાયો

  • August 02, 2021 

નવસારી એલસીબીએ ચીખલીના ચાસા ગામેથી એક ટેમ્પા માંથી રૂપિયા 2.19 લાખના દારૂ સાથે એક ઈસમ ઝડપાતા પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

 

 

 

સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ, એલસીબી પોલીસ સ્ટાફના માણસો ચીખલીના ચાસા ગામે પેટ્રોલીંગમાં હતા. તે દરમિયાન એક ટેમ્પો નંબર જીજે/15/યુયુ/7340 આવ્યો હતો જેમાં ભંગારનો માલસામાન હતો પરંતુ પોલીસે ટેમ્પોની અંદર તપાસ કરતા ટેમ્પા માંથી ભંગારની સાથે દારૂની કુલ 1368 બાટલીઓ પણ મળી આવી હતી જેની કિંમત રૂપિયા 2.19 લાખ હતી. ત્યારબાદ પોલીસે ચાલક રાજુ કુશવાહાની ધરપકડ કરી વધુ પૂછપરચ કરતા જાણવા મળ્યું હતું કે, આ દારૂ સુરત કામરેજના કિશોરભાઈ નામના યુવકે ભરી આપ્યો હતો.   


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application