નવસારી શહેરનાં માણેકલાલ રોડ ઉપર આવેલ સહકારી મંડળીના મકાનમાં વિજલપોર પોલીસ મથક કાર્યરત છે અને તેની આજુ-બાજુ ખુલ્લું મેદાન છે. જ્યાં વિજલપોર, નવસારી ગ્રામ્ય તથા નવસારી ટાઉન પોલીસ મથકનાં ગુનામાં જપ્ત કરાયેલ મુદ્દામાલના વાહનો રાખવામાં આવે છે. જે પૈકી પોલીસ મથકની જમણી બાજુની દિશામાં રાખવામાં આવેલ મોટરસાઈકલમાં અચાનક આગ લાગી ઉઠી હતી અને જોત-જોતામાં આગ પ્રસરી જતાં 22 વાહનો સળગવા લાગ્યા હતા. જેને પગલે ફાયર-બ્રિગેડને જાણ કરતાં નવસારી ફાયર બ્રિગેડની બે ટીમો ઘટના સ્થળે પહોંચી પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવ્યો હતો.
પરંતુ આગના આ બનાવમાં 22 વાહનો બળીને ખાખ થઈ ગયા હતા. આગ લાગવાનું ચોક્કસ કારણ હજી જાની શકાયું નથી પરંતુ ફાયર વિભાગના જણાવ્યા અનુસાર મેદાનમાં પડેલ પાંદડા અને સુકા ઘાસનાં કચરામાં કોઈક સળગતી વસ્તુનો તણખો પડતા આગ લાગી ગઈ તેવું શક્ય બન્યુ હશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application