Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

ચીખલીના રાનકુવા ગામેથી મૃત હાલતમાં દીપડો મળી આવ્યો

  • November 20, 2021 

ચીખલી તાલુકાના રાનકુવા ગામેથી ચાર વર્ષીય દીપડો મૃત હાલતમાં મળી આવતા વન વિભાગે વધુ તપાસ હાથ ધરી છે. જોકે, વન વિભાગ પાસેથી મળતી માહિતી અનુસાર, ચીખલીનાં રાનકુવા ગામે ખેડૂત તુષારભાઈ અશોકભાઈ પટેલના ખેતરમાં એક દીપડો મૃત હાલતમાં મળી આવ્યો હતો જે અંગેની જાણ ચીખલી વન વિભાગને કરતા આરએફઓ સહિતના સ્ટાફે સ્થળ પર જઇ જોતા એક ચાર વર્ષીય દીપડો (નર) મળી આવતા વન વિભાગે દીપડીનો કબ્જો લઈ વેટરનરી ડોકટર પાસે પીએમ કરાવી વિસેરા સુરત ખાતે મોકલી આપવામાં આવ્યા હતા. દીપડાના મોત અંગેનું ચોક્કસ કારણ પીએમ રિપોર્ટ આવ્યા બાદ જ જાણી શકાશે. વન વિભાગે મૃત દીપડાનો સાદકપોર નર્સરીમાં અગ્નિસંસ્કાર કરી વધુ તપાસ હાથ ધરી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application