Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

ચીખલીનાં ધેજ ગામે ભાજપના નવા વરાયેલા હોદ્દેદારોનો સન્માન સમારોહ યોજાયો

  • June 24, 2021 

ચીખલી તાલુકા ભાજપ દ્વારા વિવિધ મોર્ચાના સંગઠનના હોદ્દેદારોની તાજેતરમાં જાહેરાત કરવામાં આવી હતી. જેમાં ધેજ ગામના ભરડા ફળિયાના અગ્રણી ડી.બી.પટેલની બક્ષીપંચ મોર્ચાના પ્રમુખ પદે, વાંઝરી ફળીયાના હરીશભાઈ વેસ્તાભાઈ પટેલની કિસાન મોર્ચાના મંત્રીપદે અને વાડી ફળિયાના યુવા મહિલા કાર્યકર અનસૂયા પટેલની મહિલા મોર્ચાના મહામંત્રી પદે નિમણુંક કરતા ધેજ વિસ્તારમાં ભાજપના કાર્યકરોમાં ખુશી ફેલાઈ જવા પામી હતી.

 

 

 

આ ત્રણેય હોદ્દેદારોનો સન્માન સમારોહ ગામની સહકારી મંડળીમાં યોજવામાં આવતા પ્રદેશ ભાજપના કારોબારી સભ્ય ડો.અમીતાબેન પટેલ, તાલુકા પંચાયતના કારોબારી અધ્યક્ષ ધર્મેશભાઈ પટેલ, સહકારી મંડળીના ચેરમેન ભરતભાઇ પટેલ, સરપંચ પદ્માબેન પૂર્વ સરપંચ વિનોદભાઇ, ડેપ્યુટી સરપંચ કમલેશભાઈ પટેલ સહિતનાઓ દ્વારા ત્રણેય હોદ્દેદારોનું સન્માન કરવામાં આવ્યું હતું. સમગ્ર કાર્યક્રમમાં ગામના દરેક વિસ્તારના અગ્રણી કાર્યકરો પૂર્વ ડેપ્યુટી સરપંચ હિતેશ પટેલ ઉપરાંત ભીખુભાઇ, જયેશભાઇ સહિતના ઉપસ્થિત રહી શુભેચ્છા પાઠવી હતી.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application