Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

ચીખલી કોલેજમાં યોજાયેલ મેડિકલ કેમ્પમાં 99 વ્યક્તિઓએ લીધો લાભ

  • June 20, 2021 

ચીખલી કોલેજ કેમ્પસમાં શારદા ફાઉન્ડેશનના સ્થાપક દર્શનભાઈ દેસાઈ, સ્વામિ નારાયણ નર્સિંગ કોલેજના હિતેશભાઈ નસિત, નિરાલી કેન્સર હોસ્પિટલના સિનિયર મેનેજર અમિતકુમાર વર્મા, તાલુકા પંચાયતના કારોબારી અધ્યક્ષ ધર્મેશભાઈ પટેલ, એ.બી.સ્કૂલના સંચાલક નિર્મલભાઈ પટેલ સહિતનાની ઉપસ્થિતિમાં દીપ પ્રાગટ્ય દ્વારા મેડિકલ કેમ્પની શરૂઆત કરવામાં આવી હતી.

 

 

 

 

આ કેમ્પમાં વિના મૂલ્યે બ્લડ પ્રેસર, બીએમઆઈ, ડાયાબીટીસ, હ્દર્યની તપાસ માટેનો કાર્ડિયોગ્રામ (ઇસીજી) સહિતની તપાસ નિરાલી કેન્સર હોસ્પિટલના ડો.સોહમ રાવત, એમડી-ડો.અંકિત પટેલ, ડેન્ટલ સર્જન ડો.કેતા દેસાઈ દ્વારા કરવામાં આવી હતી. કેમ્પ દરમ્યાન 99 જેટલા લોકોએ તપાસ કરાવી કેમ્પનો લાભ લીધો હતો. શારદા ફાઉન્ડેશનના સ્થાપક દર્શનભાઈ દેસાઈ વિસ્તારના લોકોને મદદરૂપ થાય એવા અનેક કેમ્પોનું આયોજન કરવામાં આવ્યું.
 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application