ગણદેવી તાલુકાનાં દેસાડ ગામે તળાવની પાળે ગ્રામ વરસાદી યોજના અંતર્ગત 600થી વધુ રોપાનું વાવેતર કરાયું હતું. જેને કારણે હરિયાળી ક્રાંતિ સાથે પર્યાવરણ જતન થશે.
ગણદેવી નજીક દેસાડ તળાવની પાળ ઉપર સામાજિક વનીકરણ વિભાગ અને ગ્રામ પંચાયતના સયુંકત ઉપક્રમે રવિવારે વૃક્ષા રોપણ કરાયું હતું. જેમાં ગુલમહોર, રેઈન ટ્રી, બંગાળી બાવળ, નીલગીરી, બોગનવેલ, કરેણ, કાજુ, ફણસ, ચંપો, જેવા અનેક રોપાનું વાવેતર કરાયું હતું.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500