Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

ચીખલીના કાકડવેલ ગામમાં જુગાર રમતી મહિલા સહિત 6 ઈસમો ઝડપાયા, 2 વોન્ડેટ

  • June 05, 2021 

ચીખલી તાલુકાનાં કાકડવેલ ગામમાંથી ગંજીપાનાનો જુગાર રમી રહેલ એક મહિલા સહિત 6 ઈસમો જેટલાની ધરપકડ કરી 3 મોટર સાયકલ મળી કુલ રૂપિયા 47,300/-નો મુદ્દામાલ કબ્જે કરી વધુ તપાસ હાથ ધરી હતી.

 

 

 

 

સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, ચીખલી પોલીસને મળેલ બાતમીના આધારે કાકડવેલ ગામના વડ ફળીયામાં, ગમનભાઈ માધુભાઈ પટેલના ઘરના આગળના ભાગે લાઈટના અજવાળામાં ગોળ કુંડાળું કરી હારજીતનો ગંજીપાનાનો જુગાર રમતા સવિતાબેન ગમનભાઈ પટેલ, ગમનભાઈ માધુભાઈ પટેલ, બિપિન નગીનભાઈ ઢોડિયા પટેલ અને હાર્દિક નિલેશભાઈ ઢોડિયા પટેલ, અરવિંદ નગીનભાઈ પટેલ તથા ઉમેશ ઢોડિયા પટેલના ઓને રંગે હાથ ઝડપી પાડ્યા હતા.

 

 

 

 

જ્યારે પોલીસની રેડ જોઈ નાસી જનાર અજય ભગુભાઈ ઢોડિયા પટેલ (રહે.કાકડવેલ વડ ફળીયા,તા.ચીખલી) અને જીતેન્દ્ર મોહનભાઇ ઢોડિયા પટેલ (રહે.સારવણી,તા.ચીખલી) આમ બંનેને પોલીસે વોન્ટેડ જાહેર કર્યા હતા. ત્યારબાદ ઝડપાયેલા 6 જેટલાની અંગઝડતીમાં રોકડા રૂપિયા 5600/-, દાવ ઉપરના રૂપિયા 1200/-, 1 નંગ મોબાઈલ અને 3 જેટલી મોટર સાયકલ આમ કુલ મળી રૂપિયા 47,300/-નો મુદ્દામાલ કબ્જે કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application