નવસારી જીલ્લાના વાંસદાના ખડકાલા સર્કલ નજીક પૂરઝડપે હંકારી આવેલ ટેમ્પો ચાલકે એક બાઈકને અડફેટે લીધી હતી. આ સર્જાયેલ અકસ્માતમાં બાઈક પર સવાર ત્રણ વિદ્યાર્થીઓના ઘટના સ્થળ પર જ કરુણ મોત નિપજ્યા હતા.
વઘઇ તરફથી પૂરઝડપે અને ગફલતભરી રીતે હંકારી આવતો એક આઇસર ટેમ્પો નંબર એમએચ/01/સીવી/3631ના ચાલકે વાંસદાના ખડકાલા સર્કલ પાસે બાઈકને અડફેટે લીધી હતી. આ અકસ્માત સર્જી આઈસર ટેમ્પોના ચાલક ભાગી છૂટ્યો હતો.
આ ઘટનાની જાણ થતા વાંસદા પોલીસ ઘટના સ્થળ પર પહોચી ગઈ હતી. આ અકસ્માતમાં યુવકોને માથાના ભાગે ગંભીર ઇજાઓ થતાં ઘટના સ્થળે જ તેઓના મોત નિપજ્યાં હતા. મૃતક યુવકો ડાંગ જીલ્લાના વઘઇના રહેવાસી હતા અને યુવકો કોલેજ પૂર્ણ કરી પોતાના ગામ પરત જઈ રહ્યા હતા. તે સમય દરમિયાન ખડકાલા સર્કલ પાસે ટેમ્પો સાથે બાઈક અથડાતા અકસ્માત સર્જાયો હતો. ત્યારબાદ ઘટના સ્થળે મૃતકના સંબંધીઓ તથા લોકો ભેગા થઈ ગયા હતા. પોલીસે મૃતકોને પોસ્ટમોડમ માટે વાંસદા ખાતેની કોટેજ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા.
વઘઈના મૃતક યુવકના દાદા રાજુભાઈએ આયસર ટેમ્પો ચાલક વિરુદ્ધ વાંસદા પોલીસ મથકે ગુનો નોંધાવતા વાંસદા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
મૃતક યુવકોના નામ
- નૈનેશ મોતીરામ ગાંગોડે
- જયદીપ શૈલેશભાઈ ચૌધરી
- સાહિલ સોમાભાઈ ગાયકવાડ
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500