નવસારીમાં આવેલ સબજેલમાં આઈજીની સ્પેશ્યલ સ્ક્વોર્ડ દ્વારા આકસ્મિક તપાસ કરવામાં આવતા બેરેકમાં છૂપાવેલ સીમકાર્ડ વગરના 3 મોબાઈલ મળી આવ્યા હોવાની માહિતી પોલીસ મથકેથી મળી છે. નવસારીની સબજેલમાં આઈજી ગુજરાતની સ્પેશ્યલ સ્કવોર્ડના દેવશીભાઇ રણમલભાઇ કરંગીયાએ ટાઉન પોલીસ મથકે ફરિયાદ આપતા જણાવ્યું કે, સ્ટેટ આઈજીની રેડીંગ ટીમ દ્વારા નવસારી સબજેલમાં શનિવારે સાંજે તપાસ કરવામાં આવી હતી. જેમાં દરેક બેરેકમાં તપાસ કરવામાં આવી હતી પણ કઈ શંકાસ્પદ વસ્તુ મળી આવી ન હતી પરંતુ બેરેક-5ની પાછળ આવેલ ગટરની કુંડીમાંથી પ્લાસ્ટિકની કોથળીમાં છૂપાવી રાખેલા 3 સીમકાર્ડ વગરના મોબાઈલ મળી આવ્યા હતા. આ બાબતે ટાઉન પોલીસ મથકે ફરિયાદ આપતા વધુ તપાસ પીએસઆઈ કરી રહ્યા છે. નવસારીની સબજેલમાં પ્રથમવાર મોબાઈલ મળવાની ઘટનાને પગલે અધિકારીઓમાં પણ આશ્ચર્ય અનુભવી રહ્યા છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application