Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

નવસારી : વિશ્વ યોગ દિવસની કરાયેલી ઉજવણીમાં ૨૦ યોગ કોચ અને ટ્રેનર્સને પ્રમાણપત્ર આપી સન્માનિત કરાયાં

  • June 22, 2021 

૭ માં વિશ્વ યોગ દિવસની નવસારી કલેક્ટર કચેરી, વિડીયો કોન્ફરન્સ હોલ ખાતે જિલ્લામાં યોગના ક્ષેત્રે ઉત્તમ કામગીરી કરનારા ૧૦ યોગ કોચ અને ૧૦ ટ્રેનર્સને મળી કુલ-૨૦ યોગ સાધકોને નવસારીના ધારાસભ્ય પિયુષભાઇ દેસાઇ, કલેકટર શ્રીમતી આર્દ્રા અગ્રવાલના હસ્તે પ્રમાણપત્ર આપી સન્માનીત કરવામાં આવ્યાં હતાં. આ અવસરે ધારાસભ્ય પિયુષભાઇ દેસાઇએ જણાવ્યું હતું કે, તન-મનની તંદુરસ્તી માટે યોગ મહત્વપૂર્ણ છે. કોરોના કાળમાં શ્વાસોશ્વાસ માટે યોગ કેટલાં મહત્વપૂર્ણ છે તેની મહત્તા લોકોને સમજાઇ છે. યોગને દૈનિક જીવનમાં સામેલ કરી જીવનને સર્વોત્તમ બનાવવા ખૂબ જ જરૂરી છે.

 

 

 

 

આ પ્રસંગે અધિક કલેકટર કે.જે.રાઠોડ, જિલ્લા યુવા વિકાસ અધિકારી પટોળીયા, જિલ્લા રમતગમત અધિકારી વળવી, પ્રાંત યુવા વિકાસ અધિકારી તથા યોગકોચઓ/યોગ ટ્રેનરઓ ઉપસ્થિત રહયા હતાં


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application