Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

દેગામ રેલ્વે ફાટક પાસેથી 1.35 લાખના દારૂ સાથે 1 ઈસમ ઝડપાયો, 2 વોન્ડેટ

  • June 28, 2021 

નવસારી એલસીબી પોલીસને મળેલ બાતમીના આધારે, દેગામ રેલ્વે ફાટક પાસે પોલીસે વોચ ગોઠવી હતી. તે દરમિયાન દેગામથી ટાંકલ તરફ જઈ રહેલો એક ટાટા ટેમ્પો 407 નંબર જીજે/15/એક્ષ/0102ને અટકાવી તપાસ કરતા 14 જેટલા પુઠાના બોક્ષમાંથી વિદેશી દારૂ અને વોડકાની નાની-મોટી 552 બોટલો મળી આવી હતી જેની કીંમત રૂપિયા 1,35,600/- હતી.

 

 

પોલીસે દારૂનો જથ્થો મળી આવતા મેહુલ ઉર્ફે પપ્પુ છગન મેપાભાઈ ડાંભલા (રહે.બલીઠા બબા હોટલની પાછળ દાંડીવાડ તા.પારડી જી.વલસાડ) ને ઝડપી પાડી પૂછપરછમાં હાથ ધરતા જાણવા મળ્યું હતુ કે, આ દારૂનો જથ્થો મંગાવનાર કામરેજ કઠોર વિસ્તારના રાજુ અને ભરાવનાર તુલસારામ મારવાડી હતો આમ, બે ઈસમોને  પોલીસે વોન્ટેડ જાહેર કરી ટેમ્પો સહિત રૂપિયા 5,86,000/-નો મુદ્દામાલ જપ્ત આગળની વધુ તપાસ હાથ ધરી હતી.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application