Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

તાપી જિલ્લામાં નવરાત્રિ પર્વ અભયમ ૧૮૧ મહિલા હેલ્પલાઈન ટીમ મહિલાઓની મદદ, માર્ગદર્શન અને બચાવ માટે તૈનાત

  • October 03, 2024 

આગામી નવરાત્રી પર્વ દરમિયાન મહિલાઓ અને યુવતીઓ મોટી સંખ્યા માં ગરબા સ્થળે એકત્રિત થાય છે જેઓ સાથે કોઈ અનિચ્છનિય ઘટના બને નહીં અને સુરક્ષિત રીતે ગરબા માં ભાગ લઇ શકે તે માટે પોલીસ સાથે અભયમ ૧૮૧ મહિલા હેલ્પ લાઈનની ટીમ પણ ફરજ બજાવશે. ગુજરાત સરકારની અભિનવ હેલ્પ લાઈન મહિલા અને બાળ વિકાસ વિભાગ અને ગૃહ વિભાગ તેમજ ઇ.એમ.આર.આઇ. ગ્રીન હેલ્થ સર્વિસ દ્વારા કાર્યાન્વિત છે જે દિવસે દિવસે મહિલાઓ માં વધુને વધુ વિશ્વવનીય અને સાચી સહેલી તરીકે ઉભરી રહી છે.


અભયમ ટીમની ૨૪*૭ સેવાઓ કાયમી હોય છે જેઓ પિડીત મહિલાઓને સમયસર મદદ, માગૅદશૅન અને બચાવની અગત્યની કામગીરી ફરજ ના ભાગ રૂપે બજાવે છે વિશેષ નવરાત્રિ પર્વને ધ્યાનમાં રાખી ગરબા સ્થળે, આજુબાજુના વિસ્તારમાં ફરજની સાથે પેટ્રોલિંગ પણ કરશે જેથી કોઈ અઘટિત બનાવ બને નહી અને મહિલાઓ સુરક્ષિત રીતે ગરબાનો આનંદ માણી શકે. ખાસ કરી મહિલાઓ માટે સંદેશ છે કે, ગરબા પરિચિત ગ્રુપ સાથે રહેવુ, કોઇ અજાણ્યા વ્યક્તિ સાથે નાસ્તો કે પીણું પીવું નહી, વધુ વ્યક્તિની અવરજવર હોય તે રસ્તો પસંદ કરવો, અજાણ્યા વ્યક્તિઓ સાથે ફોટો શેર કરવો નહી. અભયમ સેવાઓ ઝડપથી મેળવવા માટે પ્લે સ્ટોરમાંથી અભયમ મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરવી જે મુશ્કેલી ના સમયે ઝડપથી આપના સુઘી સેવાઓ પહોંચાડી શક્શે. કોઈપણ સતામણી કે શંકા હોય તો તરતજ ૧૮૧ મહિલા હેલ્પ લાઈન કે ૧૦૦ નંબરનો સંપર્ક કરવો.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application