Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

વલસાડ પાલિકાના સ્પોર્ટસ કોમ્પલેક્ષમાં નવરાત્રિ મેળાનો શુભારંભ

  • October 10, 2023 

આગામી નવરાત્રિ પર્વને ધ્યાને લઈ વલસાડ જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીની આજીવિકા યોજના હેઠળ વલસાડ નગરપાલિકાના સ્પોર્ટ્સ ક્લબમાં નવરાત્રી મેળાનું આયોજન કરવામાં આવ્યું છે. જે મેળાનું ઉદઘાટન વલસાડ તાલુકા વિકાસ અધિકારી રાહુલ પટેલ દ્વારા કરવામાં આવ્યું હતું. મેળામાં જિલ્લા લાઇવલી હૂડ મેનેજર, જિલ્લા માર્કેટિંગ આસિસ્ટન્ટ પ્રોજેક્ટ મેનેજર, વલસાડ તાલુકા લાઇવલી હૂડ મેનેજર અને અન્ય સ્ટાફ હાજર રહ્યો હતો. આ મેળામાં વલસાડ તાલુકાના કુલ ૫ સખી મંડળના જૂથોએ ભાગ લીધો છે. તા. ૧૪ ઓક્ટોબર સુધી વેચાણ અને એક્ઝિબિશન સવારે ૧૦ થી રાત્રિ ૮ સુધી ખુલ્લુ રહેશે જેનો લાભ લેવા જાહેર જનતાને જણાવાયું છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application