નવસારી નેશનલ હાઈવે નં.૪૮ નજીક આવેલ રામલામોરા ગામમાં ચાલતા દેશી દારૂના અડ્ડાઓ બંધ કરાવવા માટે ગ્રામજનોએ એકત્ર થઈ થોડા દિવસો અગાઉ જીલ્લા પોલીસ વડાએ લેખિત રજૂઆત કરી હતી. ત્યાર બાદ રાત્રીના એક થી બે વાગ્યાના સમયમાં ગામના પંદર જેટલા યુવાનોએ દેશી દારૂનો વેપાર કરતી મહિલાને ત્યાં પહોચી જઈ જનતા રેડ કરી હતી. દેશી દારુ બનાવવા માટે વપરાત રસાયણો અને ગોળ પાણીના દ્રાવણો ભરેલ ડોલ ઢોળી હતી. આ બાબતે નવસારી ગ્રામ્ય પોલીસ મથકમાં કોઈ ફરિયાદ નોંધાઈ નથી. પરંતુ ગ્રામ્ય પોલીસે એક દેશી દારૂ ગાળતી મહિલાની રાત્રિના ત્રણ વાગ્યે રામલામોરા વિસ્તારમાંથી 31 લીટર ગોળ પાણીના રસાયણ યુક્ત પ્રવાહી સાથે અટક કરી હતી.(ફાઈલ ફોટો)
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application