ચીખલી તાલુકામાં છેલ્લા એક જ અઠવાડિયમાં 100થી વધુ કોરોના પોઝિટિવના દર્દીઓ આવ્યા છે. જયારે સિવિલ હોસ્પિટલમાં તથા અન્ય ખાનગી હોસ્પિટલમાં ઓક્સિજનના અભાવે ઓક્સીજનની જરૂરિયાતવાળા દર્દીઓ દાખલ કરી શકાય તેવી સ્થિતિ નથી ત્યારે ઓક્સિજન અને ઓક્સિજનવાળા બેડની અછત દૂર કરી શકતું નથી. ચીખલી સિવિલમાં 2, આલીપોરમાં 3, સ્પંદન અને આનંદ હોસ્પિટલમાં 2-2 અને શાંતિ હોસ્પિટલમાં 1 મળી કુલ 10 જેટલા વેન્ટીલેટર છે. પૂરતા ઓક્સિજનના અભાવે કેટલીક હોસ્પિટલોમાં તો વેન્ટિલેટર પણ ચાલુ કરી શકાય તેવી સ્થિતિ ન હોવાનું જાણવા મળ્યું હતું. ઓક્સિજનનો જથ્થો પૂરતા પ્રમાણમાં મળી રહે તે માટે તંત્ર દ્વારા કોઈ નક્કર આયોજન કરાયું હોય તેમ લાગતું નથી.
ચીખલી તાલુકાના દરેક ગામોના પ્રાથમિક શાળાઓમાં આઇસોલેશન સેન્ટર શરૂ કરવાની કામગીરી હાથ ધરાઇ છે. શરદી ખાંસી જેવા સામાન્ય જણાતા લક્ષણોવાળા દર્દીઓની પ્રાથમિક શાળાઓમાં તૈયાર કરાયેલ આઈસોલેશન સેન્ટરમાં રાખી સારવાર આપવામાં આવશે. ટીડીઓ હિરેનભાઈ ચૌહાણ દ્વારા દરેક ગામોના તલાટીઓને આ અંગે સુચના આપવામાં આવતા તલાટી સરપંચ દ્વારા કામગીરી શરૂ કરાઇ હતી. સમરોલીમાં દફતર ચકાસણી માટે આવેલ જિલ્લા કલેક્ટરે પ્રાથમિક શાળાની મુલાકાત લીધી હતી. જ્યાં સરપંચ તથા આર્યાગ્રુપના સભ્યો સહિતનાઓએ ઓક્સિજન ફાળવવા કલેકટરને રજૂઆત કરી હતી.
ચીખલીમાં કોરોના અને કોરોનાના લક્ષણ ધરાવતા દર્દીઓને લાશના અંતિમ સંસ્કાર માટે આર્યાગ્રુપ સમરોલીની કામગીરી સરાહનીય રહી છે. સમરોલીનું આર્યાગ્રુપ વર્ષોથી વિનામૂલ્ય સબવાહિનીની સેવા પૂરી પાડતું આવેલ છે. કોરોનાના કપડાકાળમાં ચીખલીની સરકારી તથા ખાનગી હોસ્પિટલમાંથી કોરોના કે કોરોનાના લક્ષણ ધરાવતા મૃત્યુ પામેલા દર્દીઓની લાશના અંતિમ સંસ્કાર ચીખલીના ગેસ સગડીવાળા અંતિમધામમાં કરાવી રહ્યા છે. જેમાં ચીખલીના અગ્રણી નૈનેશભાઈ કાયસ્થ સહિતના આગેવાનો પણ રાત દિવસ મહેનત કરી રહ્યા છે. છેલ્લા 20 દિવસમાં 40 જેટલા મૃતદેહની અંતિમવિધિ કરાવી હોવાનું આર્યાગ્રુપના કલ્પેશભાઈ પટેલે જણાવ્યું હતું.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500