Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

કાર માંથી દારૂની 298 બોટલો સાથે 1 યુવક ઝડપાયો, 2 વોન્ડેટ

  • August 09, 2021 

વાંસદા તાલુકાના ઉનાઈ ગામે જર્જરિત મકાન અને કારમાં દારૂ હોવાની બાતમી મળતા પોલીસે રેઈડ કરતા સ્થળ પરથી રૂપિયા 29,800/- ઈંગ્લીશ દારૂનો મુદ્દામાલ ઝડપી પાડી 1ની ધરપકડ કરી જ્યારે 2ને વોન્ડેટ જાહેર કર્યા હતા.

 

 

 

 

 

સુત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, વાંસદા પોલીસ સ્ટાફના માણસો પેટ્રોલીંગમાં હતા તે દરમિયાન ભિનાર ખડકાળા સર્કલ પર આવતા પોલીસને બાતમી મળી હતી કે, ઉનાઈ નિજાનંદ રોડ પર આવેલી ગલીમાં સિલ્વર કલરની એક સ્કોડા કાર નંબર જીજે/05/સીઆર/6414માં અને બાજુમાં આવેલ એક જર્જરિત બંધ મકાનમાં ઈંગ્લીશ દારૂ મુકેલો છે. જેથી પોલીસ સ્થળ ઉપર પહોચી રેઈડ કરતા કાર પાસેથી ફરહિનખાન પઠાણ (રહે.મેઈન-બજાર,ઉનાઈ)ને ઝડપી પાડી ઈંગ્લીશ દારૂની 298 બોટલો મળી આવી હતી જેની કીંમત રૂપિયા 2,29,800/-નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. પોલીસ અરબાઝખાન પઠાણ અને માલ ભરાવનાર સોનુ (નાનીદમણ) ને ફરાર જાહેર કાર્ય હતા. બનાવ અંગે વાંસદા પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.          


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application