મહારાષ્ટ્રના નંદુરબાર જિલ્લામાં આવેલા નવાપુર તાલુકાના બેડકી ગામ પાસેથી મહારાષ્ટ્ર સીમમાં આવેલી એક હોટલની પાછળ પોલીસે રેડ પાડીને જુગાર રમતા 17 જુગારીઓને રંગેહાથ ઝડપી પાડી રૂપિયા 1.86 લાખનો મુદ્દામાલ કબ્જે કરી કાર્યવાહી હાથ ધરી હતી.
સુત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, સુરત-ધુલિયા હાઈવે નંબર-6ની બાજુમાં આવેલી ગુજરાત મહારાષ્ટ્રની સીમમાં એક હોટલની પાછળ પતરાના શેડમાં કેટલાક જુગારીઓ ઝન્ના મન્ના નામનો જુગાર રમી રહ્યા છે જે બાતમીના આધારે, નવાપુર પોલીસ રવિવારે રાત્રે એક વાગ્યે જુગારના અડ્ડા ઉપર જઈ રેડ કરતા જુગારીઓમાં ભાગ દોડ મચી ગઈ હતી. ત્યારબાદ સ્થળ ઉપરથી પોલીસે 17 જુગારીઓને ઝડપી પાડી તેઓની પાસેથી કુલ રૂપિયા 1,86,000/-નો મુદ્દામાલ કબ્જે કરી પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી જયારે સ્થળ ઉપર ગુજરાત પાસિંગની કાર પણ ઉભેલી જોવા મળી હતી.
પોલીસ રેડમાં જુગાર રમતા પકડાયેલા જુગારીઓ
૧.મનોજ કાંતિભાઈ પરમાર (રહે.સુરત)
૨.જગદીશ ભીકા પટેલ (રહે.વરાછા,સુરત),
૩.શૈલેષભાઈ રાહુલભાઈ રબારી (રહે.મારુતિ ચોક,સુરત),
૪.તેજસ ભુપેન્દ્રભાઈ મોદી (રહે.ડુંભાલ,સુરત),
૫.કૌશિકભાઈ લિલકાભાઈ ગામીત (રહે.બાલપુર,વ્યારા),
૬.ચંદ્રપાલ સુકલાલ પ્રજાપતિ (રહે.સોનગઢ),
૭.અરુણ ભાઈદાસ કોકણી (રહે.પલાસી,નવાપુર),
૮.ઇસાક ઈસ્માઈલ પટેલ (રહે.બરોડા),
૯.શશીકાંત કોંકણી (રહે.નવાપુર),
૧૦.ઉમેશ બાગુલ (રહે.નવાપાડા,નવાપુર),
૧૧.હબીબ શેખ (રહે.ભરૂચ),
૧૨.સુરેશ માનકર (રહે.નાસિક),
૧૩.વિજયસિંહ રાણા (રહે.ભરૂચ),
૧૪.સ્વપ્નિલ રાકેશ મિસ્ત્રી (રહે.નવાપુર),
૧૫.કિરણ ચૌધરી (રહે.ધુળે રોડ,નંદુરબાર),
૧૬.કલબનો માલિક વિપુલ જયસ્વાલ (રહે.નવાપુર) અને
૧૭.જગદીશ ઉર્ફે જીગ્નેશ પટેલ (રહે.સુરત).
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500