Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

ચીંચપાડા ગામ નજીક બાઈક કાર સાથે અથડાતા યુવાનની હાલત ગંભીર

  • February 08, 2021 

નવાપુર તાલુકાના ભોડઆમલા ગામમાં રહેતો સાગર હરીશ ગાવીત(ઉ.વ.22) સવારે પોતાની બાઈક નંબર જીજે/26/એલ/4841 ઉપર સવાર થઈ પુરઝડપે અને ગફલતભરી રીતે હંકારી વીસરવાડી ગામે અભ્યાસ માટે જઈ રહ્યો હતો.

 

 

તે દરમિયાન ચીંચપાડા ગામ નજીક પહોંચતા ટ્રકને ઓવરટેક કરવાના ચક્કરમાં ઓરંગાબાદથી સુરત તરફ જઈ રહેલી ટાવેરા કાર નંબર એમએચ/04/ઈએસ/7205 સાથે અથડાઈ ગયો હતો. આ અકસ્માતની જાણ ચીંચપાડા આઉટ પોલીસને થતા જમાદાર વાઘ પોલીસ કર્મચારી સાથે ઘટના સ્થળે આવી પહોંચ્યા હતા. જે બાદ સ્થાનિક લોકોના મદદથી ઈજાગ્રસ્ત યુવાનને તાત્કાલિક 108ની મારફતે વીસરવાડીની ગ્રામીણ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application